About Course
જૈન ધર્મ એ વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જોડાયેલ એક વૈજ્ઞાનિક ધર્મ છે. જૈન દર્શન એ ગણિત અને વિજ્ઞાનની જેમ વ્યક્તિના દરેક પ્રશ્નનો એક સંપૂર્ણ તથ્ય અને સાબિતી સાથે ઉત્તર આપતું શાસ્ત્ર છે. જગતના કોઈપણ સવાલનો જવાબ કોઈપણ સમસ્યાનો ઉકેલ જૈન દર્શન આપવા સક્ષમ છે જ ત્યારે આજના વર્તમાન જ નહી પણ પ્રત્યેક કાળ ખંડમાં જોઈએ તો એની આવશ્યકતા અનિવાર્ય છે એમ કહેવામાં કોઈજ પ્રકારનો બાધ આવતો નથી..
આજની યુવા પેઢી જ નહિ બલકે જૈન તથા અજૈન કુળના દરેક વ્યક્તિને જૈન ધર્મ એ માત્ર ધર્મ ક્રિયાઓ નથી પણ એ દરેક ક્રિયાઓની પાછળ જોડાયેલ વૈજ્ઞાનિક વ્યવહારિક તથ્ય ની સમજણ આપવી આવશ્યક બની છે કારણકે એથી જ એમનામાં ધર્મ પ્રત્યે આસ્થા અને સમ્યક દ્રષ્ટિ કેળવાઈ શકશે..ત્યારે આ ભગીરથ કાર્ય નો એક નાનકડો પરંતુ અર્થ સભર પ્રયાસ પ્રારંભ શ્રી જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આજથી ત્રણ વર્ષ અગાઉ કોરોના કાળમાં કરવામાં આવ્યો છે એ પણ સહુની સમય અને સ્થળની અનુકૂળતા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ પર..
જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટ મુંબઈ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રારંભ કરાયેલ આ કોર્સ માં જૈન ધર્મ ના અલગ અલગ વિષયોને આવરી લેવામાં આવ્યા છે સાથે સાથે કોઈ એક ખાસ પંથ પર જ વાત કરવી એમ નહી પરંતુ શ્વેતાંબર,દિગંબર,તેરાપંથ વગેરે બધા જ પંથોની માન્યતાઓ અને સાહિત્ય ને અહી સ્થાન આપવમાં આવ્યું છે એટલું જ નહી પરંતુ એ સાથે આપણી અન્ય ભારતીય પરંપરાઓ વૈદિક અને બૌદ્ધ પરંપરાને પણ અનુકૂળતાએ વિષય અનુસાર સાંકળી લેવામાં આવેલ છે તો આ દૃષ્ટિએ જોવા જઈએ તો ભારતીય દર્શનની ત્રણેય પરંપરાનો સમન્વય આ કોર્સમાં મળે છે.એટલે સર્વ ધર્મ નિરપેક્ષતા નો પણ અહી વાસ છે..
અકાદમી ના પ્રથમ વર્ષમાં ‘એક વર્ષીય સર્ટિફિકેટ કોર્સમાં જૈન ધર્મ અને સાહિત્ય ના પ્રવેશ માં જ અકાદમીએ ૯૫ વ્યાખ્યાન નું આયોજન કરેલ અને એ પણ આ ક્ષેત્રના જાણીતા,પ્રતિષ્ઠિત,વિખ્યાત વિદ્વાન વકતાઓના સથવારે અને વળી ગુજરાતી સાથે આવશ્યકતા અને અનુકૂળતા મુજબ આપણી રાષ્ટ્રભાષા હિન્દી ના માધ્યમ નો પણ સમાવેશ કર્યો..એટલે અન્ય ધર્મ અને ભાષાના એકત્વ નો સમાવેશ અહી જોવા મળ્યો.. આમ પ્રથમ વર્ષ એટલે જૈન શબ્દ ની વ્યાખ્યા ની સમજ સાથે એક જૈન ધર્મ સાહિત્ય સાગરમાં રહેલા અણમોલ ધર્મ રત્નોની મરજીવા પેઠે સ્વાધ્યાયીઓને શોધ કરવાની પ્રેરણા આપી અને પછી એ રત્નોના મૂલ્યો ને સમજાવ્યા એ પણ એક સરળ અને રસપ્રદ શૈલી માં એટલે કપરા લાગતા સાહિત્ય મંથન દ્વારા અણમોલ બહુમૂલ્ય મોતીઓનો એક થાળ જ સ્વાધ્યાયીઓ સમક્ષ પીરસવામાં આવ્યો..કોઈ એક સેમિનાર કરવા વિષય પસંદગી અને આયોજનમાં થાકી જવાય ત્યારે આવા અઘરા વિષયો ને બને એટલા સરળ કરી એક લાંબા ગાળાના આયોજન સાથે અકાદમી એ આ ક્ષેત્રમાં સફળતા પૂર્વક પ્રવેશ કર્યો..
એ પછી તો સ્વાઘ્યાયીઓ ની વિદ્યા પ્રત્યેની જિજ્ઞાસા જ્ઞાન પિપાસા બળવત્તર બનતી ગઈ અને એના ફળ સ્વરૂપ બીજા વર્ષે અલગ અલગ વિષયો નહી પરંતુ કોઈ એક વિષય ઉપર અભ્યાસ કરાવવાનું અકાદમી એ વિચાર્યું અને એ વિચારની ફલશ્રુતિ રૂપે જૈન ધર્મના મૂળ ગ્રંથો ‘આગમ સાહિત્ય ‘ (હિન્દી ભાષા માં)તથા જૈન સંગીત જેવા વિષયો કે જેનો સ્વાધ્યાય કરાવવો પ્રમાણમાં અઘરો કઠીન કહી શકાય એવા વિષયોની વ્યાખ્યાન શ્રેણી ને અકાદમી એ રજૂ કર્યા અને એમાં પણ અનન્ય સફળતા પ્રાપ્ત કરી..
અહીંથી અકાદમી નું કાર્ય અટકતું નથી બલકે એથી આગળ આજે વર્તમાનમાં જૈન ધર્મ અને વિજ્ઞાન એ બંને કઈ રીતે સંકળાયેલા છે,એમની વચ્ચેના ના સંબંધને સમજાવવા માટે ‘જૈન ધર્મના સત્ય અને તથ્યોનું વૈજ્ઞાનિક મૂલ્ય અને વ્યવહારિક જીવનમાં તેનું અનુસરણ’ શીર્ષક હેઠળ વ્યાખ્યાન માળા તથા જૈન વ્યક્તિ ના જીવન એક અણમોલ કહી શકાય એવા તીર્થ સ્થાનોની મહત્તા દર્શાવતી જૈન તીર્થોની ભવ્ય ગાથાઓ શ્રેણી નો પ્રારંભ કરવામાં આવેલ છે. આ બન્ને કોર્સમાં એક તરફ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ થી ધર્મની વ્યવહાર જીવનમાં સમજૂતી અપાઈ રહી છે તો બીજી તરફ જૈનોના હૃદયમાં સમાયેલી એમની પરમાત્મા પ્રત્યેની આસ્થા ને તીર્થોના ડિજિટલ દર્શન અને ભાવ યાત્રા કરાવવાની સાથે સાથે એક જૈન તરીકે તીર્થોના સંરક્ષણ માટે ની આપણી વિસરાઈ ગયેલી ફરજો તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે..
આમ, જૈન દર્શનને જૈન સમાજ તથા અન્ય વર્ગના પ્રત્યેક સાથે વ્યક્તિ સુધી પહોંચાડવાની એક શુભ ભાવના અને એક પ્રતિબદ્ધતા ના અહી ચોક્કસપણે દર્શન કરી શકાય છે..અકાદમીના થઈ ચૂકેલી શ્રેણીઓ અને વર્તમાનમાં ચાલી રહેલી શ્રેણીઓ અંગેની વિગતે માહિતી આ મુજબ છે..
Course Content
જૈન ધર્મ અને વિજ્ઞાન
-
વ્યાખ્યાન-૧ | જૈન દર્શન-એક વૈજ્ઞાનિક અભિગમ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:10:47 -
વ્યાખ્યાન-૨ | આજના યુગમાં વિજ્ઞાનનું મહત્વ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:02:53 -
વ્યાખ્યાન- ૩ | જૈન દર્શનમાં ખાદ્ય-અખાદ્ય મીમાંસા ભાગઃ ૧ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:08:28 -
વ્યાખ્યાન- ૪ | જૈન દર્શનમાં ખાદ્ય-અખાદ્ય મીમાંસા ભાગઃ ૨ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:29:09 -
વ્યાખ્યાન- ૫ | ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભાગ: ૧ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:11:30 -
लेक्चर- ६ | जैन खगोल और विज्ञान में विसंगतियों का निराकरण – डो. श्री नरेन्द्र भंडारी
01:03:37 -
વ્યાખ્યાન- ૭ | ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભાગ: ૨ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:11:53 -
વ્યાખ્યાન- ૮ | ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભાગ: ૩ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:16:59 -
વ્યાખ્યાન-૯ | મંત્ર અને યંત્ર : વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ અને વિશ્લેષણ ભાગ: ૧ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:16:10 -
વ્યાખ્યાન-૧૦ | મંત્ર અને યંત્ર : વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ અને વિશ્લેષણ ભાગઃ ૨ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:13:32 -
વ્યાખ્યાન-૧૧ | મંત્ર મેડીટેશન – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:05:10 -
વ્યાખ્યાન-૧૨ | હોલિસ્ટીક હેલ્થ અને જૈન દર્શન ભાગઃ ૧ – ડો. પારસભાઈ શાહ
01:10:42 -
વ્યાખ્યાન-૧૩ | હોલિસ્ટીક હેલ્થ અને જૈન દર્શન ભાગઃ ૨ – ડો. પારસભાઈ શાહ
01:00:09 -
વ્યાખ્યાન-૧૪ | ધ્યાનનું તાત્વિક તથા વૈજ્ઞાનિક સ્વરૂપ અને વિવિધ પદ્ધતિઓ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી
01:06:36 -
વ્યાખ્યાન- ૧૫ | ધ્યાનનું તાત્વિક તથા વૈજ્ઞાનિક સ્વરૂપ અને વિવિધ પદ્ધતિઓ ભાગઃ ૨ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
01:31:49 -
વ્યાખ્યાન-૧૬ | શાસ્ત્રીય સંગીતનું ભૌતિક શાસ્ત્ર – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
59:07 -
વ્યાખ્યાન-૧૭ | જૈન કોસ્મોલોજી વર્સીસ મોર્ડન યુનિવર્સ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
01:00:28 -
व्याख्यान – १८ | जैन दार्शनिक चिंतन के विकास में गणित की भूमिका
01:21:32 -
વ્યાખ્યાન-૧૯ | જૈન કોસ્મોલોજી વર્સીસ મોર્ડન યુનિવર્સ ભાગઃ ૨ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
01:11:25 -
વ્યાખ્યાન-૨૦ | જૈન દર્શન, કાળ, અવકાશ, પુદગલ ભાગ: ૨ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
01:03:31 -
વ્યાખ્યાન-૨૧ | જૈન દર્શન, કાળ, અવકાશ, પુદગલ ભાગ: ૧ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
01:23:09 -
વ્યાખ્યાન-૨૨ | જૈન જીવ વિજ્ઞાન – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
57:40 -
વ્યાખ્યાન-૨૩ | જૈન દર્શનમાં ભાષા અને લિપિનું મહત્ત્વ – આચાર્ય શ્રી નંદિઘોષસૂરિજી મહારાજ
01:11:38