આચાર્ય હરિભદ્રસૂરિ
શ્રી. શિલ્પા છેડા
જૈન સંપ્રદાયમાં અનેક તત્વચિંતકો થયા. તેમાં એક વિરલ તત્વચિંતક હતા આચાર્ય હરિભદ્રસૂરિ. જન્મથી બ્રાહ્મણ પણ કર્મથી જૈન એવા હરિભદ્રસૂરિ પોતાને યાકિની મહત્તરાના આધ્યાત્મિક પુત્ર માનતા હતા. એમનું મુખ્ય યોગદાન છે – જૈન ધર્મમાં યોગ શબ્દને અલગ દ્રષ્ટિથી સમજાવ્યું અને જૈન યોગ પ્રણાલીનું નિર્માણ કર્યું. આઠમી સદી ભારતમાં ધાર્મિક સુધારાનો સમય ગણાય છે, તેમાં આચાર્યશ્રીએ જૈન ધર્મ અને દર્શનને નવી દ્રષ્ટિ અને સ્થિરતા આપી. ૧૪૪૪ પુસ્તકના રચયિતાના યોગદાનથી આજે શ્વેતાંબર જૈન સંપ્રદાય ટકી રહ્યું છે. તેમની આધ્યાત્મિક દ્રષ્ટિ એમના યોગ વિષયના ચાર પુસ્તકોથી ઓળખાય છે.