About Lesson
વ્યાખ્યાન વિષય:‘આનંદઘન : ભારતીય આધ્યાત્મ ચેતનાનો તેજોમય આવિષ્કાર’
વક્તા:ડૉ.દલપત પઢિયાર
આકાશમાં કેટલાક તારાઓ બહુ અંદર, ઊંડે અને આઘે હોય છે. તે નરી આંખે કે તરત દેખાતા નથી. આનંદઘન પણ દેખાયા પછી આપણા ચિત્તમાં કાયમ માટે સ્થિરદ્યુતિસ્થાન પામી ગયેલા સમર્થ સાધકસંત છે.‘આનંદઘન ચોવીસી’ રૂપે એમણે રચેલા ૨૨ સ્તવનો અને ‘આનંદઘન બહોતેરી’ તરીકે ઓળખાયેલાં ૭૩ જેટલાં પદ-ભજન સાંપડેલાં છે. તેમના સ્તવનોઆત્મસાધનાના ક્રમિક વિકાસની અભિવ્યક્તિની દ્રષ્ટિએ, જૈન પરંપરામાં આગવી ભાત પાડે છે. આનંદઘનએ વ્યક્તિ-નામ નથી;સ્થિતિ-ધામ અથવા અસ્તિત્વ મુકામની ઓળખ છે.