ઉપાધ્યાય યશોવિજયજીની પદશ્રી’
ડૉ.રમજાન હસણિયા
વ્યાખ્યાન સંક્ષેપ :
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નરસિંહ, મીરા, દયારામ આદિ ઊર્મિકવિઓની પંક્તિમાં મૂકી શકાય તેવી જૈન સાહિત્યની મોંઘેરી મિરાત એટલે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ. કાશીમાં વિદ્યાભ્યાસ કરીને પાંડિત્યને વરેલા ઉપા.યશોવિજયજી આરંભે શાસ્ત્રાર્થમાં રાચે છે. પરંતુ અવધૂત કવિ આનંદઘનજીના સંસર્ગ બાદ એમની હૃદયની જે સરવાણી ફૂટી છે તેણે જૈન ભક્તિ સાહિત્યને ન્યાલ કરી દીધું છે. ૩૫૦ ગાથાનું સ્તવન જેવાં દીર્ઘ કાવ્યો તેમણે રચ્યાં છે તો એક એકથી અધિક એવી સજ્ઝાય પણ આપી છે. એમની કવિત્વ શક્તિ સોળે કળાએ ખીલી છે એમનાં પદોમાં. આ વ્યાખ્યાનમાં એમનાં ભક્તિભાવથી રસાયેલાં ઉત્તમ પદોને કેન્દ્રમાં રાખીને વાત કરાશે. ઉપાધ્યાયજી મહારાજના પદોનું સગાન આસ્વાદ કરવાની અહીં નેમ છે. પ્રેમલક્ષણા આદિ ભક્તિ પરંપરાઓનો સ્પર્શ પામીને આવતી તેમની કવિતામાં કઈ રીતે તેમનું દર્શન શબ્દબધ્ધ થયું છે તેની વાત અહીં થાય એવી ભાવના છે.