વિનોદ ચોત્રીસી
ડૉ.ગુલાબ દેઢિયા
વ્યાખ્યાન સંક્ષેપ :
મધ્યકાલીન કોઈ પણ કૃતિનું સંપાદન કેટલી મહેનત માંગી લે છે, તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. મધ્યકાલીન ગુજરાતી પદ્યવાર્તાનું સર્જન બે પ્રકારે થયેલું છે.
૧. સ્વતંત્ર સળંગ વાર્તા સ્વરૂપે.
૨. વાર્તામાલા સ્વરૂપે.
પહેલા પ્રકારમાં વાર્તા એક સ્વતંત્ર કૃતિ રૂપે આલેખાઈ હોય છે. હંસાઉલી, મારુ ઢોલા ચઉપાઈ, મદનમોહના વગેરે આ પ્રકારની છે. બીજા પ્રકારમાં જુદી જુદી વાર્તાઓ કોઈ એક કેન્દ્રીય કથાદોરમાં ગૂંથાઈને વાર્તામાલા સ્વરૂપે આવે છે. સિંહાસનબત્રીસી, વેતાલપચીસી, સૂડાબહોતેરી આ પ્રકારની પદ્યવાર્તાઓ છે.
હરજી મુનિ કૃત આ પુસ્તકમાં ચોત્રીસ મજેદાર વાર્તાઓ છે. આ વાર્તાઓ આજે પણ વાંચવી સાંભળવી ગમે એવી છે. આ પુસ્તકના સંપાદક સંશોધક શ્રી કાન્તિભાઈ બી. શાહ છે.