णाया. नी प्रासंगिकता। વક્તા: પ્રા.ડૉ. રવિન્દ્રકુમાર ખાંડવાલા
જ્ઞાતા ધર્મકથા – દ્વાદશાંગીમાં છઠ્ઠુંઅંગ છે અને તે કથા પ્રધાન છે. તેની ભાષા પણ અન્ય અંગસૂત્રની અપેક્ષા એ ઘણી પ્રૌઢઅને સાહિત્યિક છે. પ્રસ્તુત આગમ બે શ્રુતસ્કંધમાં વિભક્તછે. પ્રથમમાંકથાઓ છે,જેજ્ઞાત અર્થાત ઉદાહરણ છે. અને બીજા શ્રુતસ્કંધની કથાઓ ધર્મકથાઓ છે. માટે આઆગમનું નામणाया છે.
શ્રમણ ભગવાત મહાવીરના પાવન પ્રવચનોનું ગુણધરોએ સૂત્રરૂપે જે સંકલન અને આકલન કર્યું તે જ સંકલન અંગ સાહિત્યના નામે વિશ્રુત થયું. પ્રસ્તુત આગામમાં આત્માની ઉન્નતિનો હેતુ શો છે? કયા કારણોને લીધે આત્માની અધોગતિ થાય છે, સ્ત્રીઓ પણ ઉત્કૃષ્ટ આધ્યાત્મિક ઉત્કર્ષ કરી શકે છે. આહારનો ઉદ્દેશ, સંયમી જીવનની કઠોર સાધના, શુભ પરિણામ, અનાશક્તિ અને શ્રદ્ધાનું મહત્વ વગેરે વિષયો પર કથાઓના માધ્યમથી પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ કથાઓ વાદ-વિવાદ માટે નથી, પણ જીવનના ઉત્થાન માટે છે.
પ્રથમ શ્રુતસ્કંધના બારમાં અધ્યયનમાં અશુદ્ધ જળને શુદ્ધ કરવાની પદ્ધતિની વાત કરવામાં આવી છે. ખાઈના ગંદા પાણીને સ્વચ્છ કરવાની પદ્ધતિ આધુનિક યુગની ફિલ્ટર પદ્ધતિ સાથે પ્રાયઃ મળતી આવે છે. આજથી ૨૫૦૦વર્ષ પૂર્વે પણ આ પદ્ધતિ પ્રચલિત હતી. સંસારનો કોઈ પણ પદાર્થ એકાંત રૂપે નાશુભ છે કે અશુભ. પ્રત્યેક પદાર્થ શુભમાંથી અશુભ રૂપે અને અશુભ માંથીશુભ રૂપે પરિવર્તન થઈ શકે છે. માટે કોઈની પણ ઘૃણાકે તિરસ્કાર કરવો નહીં, એ જ અધ્યયનનો સાર છે