પ્રાચીન જૈન કથા સાહિત્યનોઉદ્દભવ,વિકાસ અને વસુદેવહિન્ડી
વક્તા : ડૉ. જિતેન્દ્ર શાહ
શ્રી સંઘદાસ ગણી વિરચિત‘વસુદેવહિન્ડી’જૈન સાહિત્યના સર્વ ઉપલબ્ધ ગ્રંથોમાં પ્રાચીનતમ ગ્રંથ છે. આ ગ્રંથ પ્રાચીન હોવાને કારણે તેની પ્રાકૃતભાષા વિશેષતાયુક્ત અને વિલક્ષણ લક્ષણોયુક્ત છે. આ ગ્રંથમાં વસુદેવના પરિભ્રમણની કથા છે. શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ પોતાની યુવાવસ્થામાં ગૃહત્યાગ કરી ચાલી નીકળ્યા હતા. વર્ષોના પરિભ્રમણ દરમિયાન તેમણે અનેક પ્રકારના ચિત્ર-વિચિત્ર આશ્ચર્યકારી અનુભવો લીધા હતા. તેનું વૃત્તાંત એટલે જ‘વસુદેવહિન્ડી’આ ગ્રંથમાં અનેક ધર્મકથાઓ, લોકકથાઓ, તીર્થંકરોની કથાઓ, ધર્મપરાયણ સાધુઓની કથાઓ, ધાર્મિક પુરુષોના ચરિત્ર તથા વિભિન્ન સ્થળો તેમજ અનેક વસ્તુઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એક દ્રષ્ટિએ આ વસુદેવની આત્મકથા છે. આ ગ્રંથમાં ધમ્મિલ ચરિત્ર, શામ પ્રદ્યુમ્નની કથા આદિ અનેક કથાઓ અને અવાંતર કથાઓનો અદભૂત સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયેલો છે.