વ્યાખ્યાન વિષય :‘મધ્યકાલીન ગુજરાતનાજૈન નાટ્યકારો‘
વક્તા : પ્રો. ડૉ. મહેશ ચંપકલાલ
મધ્યકાલીન ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય એ બ્રાહ્મણો, બૌદ્ધો અને જૈનોના સામૂહિક પ્રયત્નોનું પરિણામ છે. ચક્રવર્તી જયસિંહદેવ સિદ્ધરાજ અને ચક્રવર્તી કુમારપાળના સમયગાળામાં અણહિલપુર પાટણ આખા ભારતનું એક મહિમાવંત નગર બને છે. તેમાં સાહિત્યના અનેક પ્રકારો ખેડાયા, જેમાં નાટકનો પ્રકાર પણ સારો એવો ખેડાયો. આચાર્ય હેમચંદ્રના શિષ્યોએ સંસ્કૃત નાટકોની રચના કરી આગવો ફાળો આપ્યો. રામચંદ્ર કૃત‘સત્યહરિશ્ચંદ્ર’, ‘નલવિલાસ’વગેરે ૧૧ જેટલા રૂપકો; બાલચંદ્ર કૃત‘કરુણાવજ્રયુદ્ધ’, દેવચંદ્ર કૃત‘ચંદ્રલેખાવિજય પ્રકરણ”માનમુદ્રાભંજન’, રામભદ્રમુનિકૃત ‘પ્રબુદ્ધરૌહિણેય’, યશશ્ચંદ્ર કૃત‘મુદ્રિતકુમુદચંદ્ર’, વિજયપાળ કૃત‘દ્રૌપદીસ્વયંવર’વગેરે મધ્યકાલીન ગુજરાતના જૈન નાટ્યકારો દ્વારા રચાયેલી નાટ્યકૃતિઓ વિશે સઘન ચર્ચા થશે.