About Lesson
બનારસીદાસ કૃત ‘અર્ધ કથાનક’
વક્તા: પ્રો.ડૉ. જિનેન્દ્ર કુમાર જૈન
બનારસીદાસની આ રચનામાં લગભગ ૧૧૦ વર્ષના સમયગાળાનો ઉલ્લેખ થવાનો હતો. પરંતુ અહીં ૫૫ વર્ષના કથાનકને જ સમાવવામાં આવ્યું હોવાથી આ કૃતિને ‘અર્ધ કથાનક’ નામથી ઓળખવામાં આવે છે. નાથુરામ પ્રેમી દ્વારા સંપાદિત આ કૃતિ અદ્વિતીય છે. કલાના રૂપમાં આ કૃતિને જોઈએ તો જૈન સાહિત્યના સંરક્ષણ, ઉધ્ધાર અને મૂલ્યલક્ષી દ્રષ્ટિકોણથી વિશિષ્ટ રીતે જોઈ શકાય. પ્રસ્તુત કૃતિ બનારસીદાસની પ્રથમ આત્મકથા છે. અપભ્રંશનું અંતિમ અને હિન્દીની બોલીઓના પ્રભાવ દ્વારા આ કૃતિ આત્મસંબોધન કરે છે.