About Lesson
મહાકવિ પુષ્પદંતકૃત ‘णायकुमार चरिउ’ની વિશિષ્ટતા
પ્રો.ડૉ. જિનેન્દ્ર કુમાર જૈન
અપભ્રંશ ભાષામાં રચિત ‘णायकुमार चरिउ’ એક એવી કૃતિ છે, જેમાં ભારતીય ચક્રવર્તીની કથા છે. દસમી સદીના મહાન કવિ પુષ્પદંતની મહાપુરાણ અને યશોધર અન્ય રચનાઓ છે. વારસા રૂપે મળેલ પુષ્પદંતની આ રચના ધર્મને ઉજાગર કરે છે. દાર્શનિક વિશિષ્ટતા સાથે આ રચના ઐતિહાસિક રીતે કૃષ્ણ અને ચક્રવર્તીના ગુણોનું આલેખન પણ કરે છે. તેમાં કાલિયાનો વધ નાયક દ્વારા નથી થયો, પરંતુ નાગદેવોને વશમાં કરીને શિક્ષા-દીક્ષાની વ્યવસ્થા નાયકના જીવનમાં થતી જોવા મળે છે. આમ દસમી સદીમાં રચિત આ કૃતિ આપણા વૈરાગ્યનો ભાવ જન્માવે છે.