About Lesson
વ્યાખ્યાન વિષય:‘યશોવિજયજીકૃત સમુદ્ર-વહાણ સંવાદ’
વક્તા:પ્રો. રમણ સોની
ઈ.સ. ૧૭મી સદીના તપગચ્છના સાધુ કવિવર યશોવિજયજી ન્યાય, મીમાંસા, સાંખ્ય, વૈદક, એમ બહુવિધ શાસ્ત્રોના એવા પ્રતિભાશીલ વિદ્વાન હતા કે જૈન ઉપરાંત જૈનેતર વિદ્વાનોમાં પણ તેઓ આદરણીય હતા. કાશીના પંડિતોએ એમને ‘ન્યાય-વિશારદ’નું બિરુદ આપેલું. એમણે ગુજરાતી ઉપરાંત સંસ્કૃત,પ્રાકૃત, હિંદીમાં પણ અનેક કૃતિઓ રચી હતી. રાસકૃતિઓ, દીર્ધ સ્તવનો અને એકાધિક ચોવીસીઓ લખનાર આ કવિની સર્વોત્તમ ને યશસ્વી કૃતિ ‘જંબુસ્વામી રાસ’ છે.