About Course
જૈન ધર્મ એ વિજ્ઞાનના સિદ્ધાંતો સાથે જોડાયેલ એક વૈજ્ઞાનિક ધર્મ છે. જૈન દર્શન એ ગણિત અને વિજ્ઞાનની જેમ વ્યક્તિના દરેક પ્રશ્નનો એક સંપૂર્ણ તથ્ય અને સાબિતી સાથે ઉત્તર આપતું શાસ્ત્ર છે. જગતના કોઈપણ સવાલનો જવાબ કોઈપણ સમસ્યાનો ઉકેલ જૈન દર્શન આપવા સક્ષમ છે જ ત્યારે આજના વર્તમાન જ નહી પણ પ્રત્યેક કાળ ખંડમાં જોઈએ તો એની આવશ્યકતા અનિવાર્ય છે એમ કહેવામાં કોઈજ પ્રકારનો બાધ આવતો નથી..
આજની યુવા પેઢી જ નહિ બલકે જૈન તથા અજૈન કુળના દરેક વ્યક્તિને જૈન ધર્મ એ માત્ર ધર્મ ક્રિયાઓ નથી પણ એ દરેક ક્રિયાઓની પાછળ જોડાયેલ વૈજ્ઞાનિક વ્યવહારિક તથ્ય ની સમજણ આપવી આવશ્યક બની છે કારણકે એથી જ એમનામાં ધર્મ પ્રત્યે આસ્થા અને સમ્યક દ્રષ્ટિ કેળવાઈ શકશે..ત્યારે આ ભગીરથ કાર્ય નો એક નાનકડો પરંતુ અર્થ સભર પ્રયાસ પ્રારંભ શ્રી જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આજથી ત્રણ વર્ષ અગાઉ કોરોના કાળમાં કરવામાં આવ્યો છે એ પણ સહુની સમય અને સ્થળની અનુકૂળતા મુજબ ડિજિટલ પ્લેટફોર્મ પર..
જૈન સાહિત્ય અકાદમી ટ્રસ્ટ મુંબઈ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રારંભ કરાયેલ આ કોર્સ માં જૈન ધર્મ ના અલગ અલગ વિષયોને આવરી લેવામાં આવ્યા છે સાથે સાથે કોઈ એક ખાસ પંથ પર જ વાત કરવી એમ નહી પરંતુ શ્વેતાંબર,દિગંબર,તેરાપંથ વગેરે બધા જ પંથોની માન્યતાઓ અને સાહિત્ય ને અહી સ્થાન આપવમાં આવ્યું છે એટલું જ નહી પરંતુ એ સાથે આપણી અન્ય ભારતીય પરંપરાઓ વૈદિક અને બૌદ્ધ પરંપરાને પણ અનુકૂળતાએ વિષય અનુસાર સાંકળી લેવામાં આવેલ છે તો આ દૃષ્ટિએ જોવા જઈએ તો ભારતીય દર્શનની ત્રણેય પરંપરાનો સમન્વય આ કોર્સમાં મળે છે.એટલે સર્વ ધર્મ નિરપેક્ષતા નો પણ અહી વાસ છે..
અકાદમી ના પ્રથમ વર્ષમાં ‘એક વર્ષીય સર્ટિફિકેટ કોર્સમાં જૈન ધર્મ અને સાહિત્ય ના પ્રવેશ માં જ અકાદમીએ ૯૫ વ્યાખ્યાન નું આયોજન કરેલ અને એ પણ આ ક્ષેત્રના જાણીતા,પ્રતિષ્ઠિત,વિખ્યાત વિદ્વાન વકતાઓના સથવારે અને વળી ગુજરાતી સાથે આવશ્યકતા અને અનુકૂળતા મુજબ આપણી રાષ્ટ્રભાષા હિન્દી ના માધ્યમ નો પણ સમાવેશ કર્યો..એટલે અન્ય ધર્મ અને ભાષાના એકત્વ નો સમાવેશ અહી જોવા મળ્યો.. આમ પ્રથમ વર્ષ એટલે જૈન શબ્દ ની વ્યાખ્યા ની સમજ સાથે એક જૈન ધર્મ સાહિત્ય સાગરમાં રહેલા અણમોલ ધર્મ રત્નોની મરજીવા પેઠે સ્વાધ્યાયીઓને શોધ કરવાની પ્રેરણા આપી અને પછી એ રત્નોના મૂલ્યો ને સમજાવ્યા એ પણ એક સરળ અને રસપ્રદ શૈલી માં એટલે કપરા લાગતા સાહિત્ય મંથન દ્વારા અણમોલ બહુમૂલ્ય મોતીઓનો એક થાળ જ સ્વાધ્યાયીઓ સમક્ષ પીરસવામાં આવ્યો..કોઈ એક સેમિનાર કરવા વિષય પસંદગી અને આયોજનમાં થાકી જવાય ત્યારે આવા અઘરા વિષયો ને બને એટલા સરળ કરી એક લાંબા ગાળાના આયોજન સાથે અકાદમી એ આ ક્ષેત્રમાં સફળતા પૂર્વક પ્રવેશ કર્યો..
એ પછી તો સ્વાઘ્યાયીઓ ની વિદ્યા પ્રત્યેની જિજ્ઞાસા જ્ઞાન પિપાસા બળવત્તર બનતી ગઈ અને એના ફળ સ્વરૂપ બીજા વર્ષે અલગ અલગ વિષયો નહી પરંતુ કોઈ એક વિષય ઉપર અભ્યાસ કરાવવાનું અકાદમી એ વિચાર્યું અને એ વિચારની ફલશ્રુતિ રૂપે જૈન ધર્મના મૂળ ગ્રંથો ‘આગમ સાહિત્ય ‘ (હિન્દી ભાષા માં)તથા જૈન સંગીત જેવા વિષયો કે જેનો સ્વાધ્યાય કરાવવો પ્રમાણમાં અઘરો કઠીન કહી શકાય એવા વિષયોની વ્યાખ્યાન શ્રેણી ને અકાદમી એ રજૂ કર્યા અને એમાં પણ અનન્ય સફળતા પ્રાપ્ત કરી..
અહીંથી અકાદમી નું કાર્ય અટકતું નથી બલકે એથી આગળ આજે વર્તમાનમાં જૈન ધર્મ અને વિજ્ઞાન એ બંને કઈ રીતે સંકળાયેલા છે,એમની વચ્ચેના ના સંબંધને સમજાવવા માટે ‘જૈન ધર્મના સત્ય અને તથ્યોનું વૈજ્ઞાનિક મૂલ્ય અને વ્યવહારિક જીવનમાં તેનું અનુસરણ’ શીર્ષક હેઠળ વ્યાખ્યાન માળા તથા જૈન વ્યક્તિ ના જીવન એક અણમોલ કહી શકાય એવા તીર્થ સ્થાનોની મહત્તા દર્શાવતી જૈન તીર્થોની ભવ્ય ગાથાઓ શ્રેણી નો પ્રારંભ કરવામાં આવેલ છે. આ બન્ને કોર્સમાં એક તરફ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ થી ધર્મની વ્યવહાર જીવનમાં સમજૂતી અપાઈ રહી છે તો બીજી તરફ જૈનોના હૃદયમાં સમાયેલી એમની પરમાત્મા પ્રત્યેની આસ્થા ને તીર્થોના ડિજિટલ દર્શન અને ભાવ યાત્રા કરાવવાની સાથે સાથે એક જૈન તરીકે તીર્થોના સંરક્ષણ માટે ની આપણી વિસરાઈ ગયેલી ફરજો તરફ પણ ધ્યાન દોરી રહ્યા છે..
આમ, જૈન દર્શનને જૈન સમાજ તથા અન્ય વર્ગના પ્રત્યેક સાથે વ્યક્તિ સુધી પહોંચાડવાની એક શુભ ભાવના અને એક પ્રતિબદ્ધતા ના અહી ચોક્કસપણે દર્શન કરી શકાય છે..અકાદમીના થઈ ચૂકેલી શ્રેણીઓ અને વર્તમાનમાં ચાલી રહેલી શ્રેણીઓ અંગેની વિગતે માહિતી આ મુજબ છે..
Course Content
જૈન તીર્થોની ભવ્ય ગાથા વ્યાખ્યાન માળા
-
વ્યાખ્યાન – ૧ | જૈન તીર્થો ની અવધારણા – શ્રી અર્પિતભાઈ શાહ
01:12:46 -
વ્યાખ્યાન – ૨ | મથુરાનો કંકાલીટીલા સ્તૂપ ભાગ: ૧ – શ્રી અર્પિતભાઈ શાહ
01:07:37 -
વ્યાખ્યાન – ૩ | મથુરાનો કંકાલીટીલા સ્તૂપ ભાગ: ૨ – શ્રી અર્પિતભાઈ શાહ
01:11:05 -
વ્યાખ્યાન – ૪ | સોલંકીકાલીન ગુજરાતના શિલ્પ-સ્થાપત્યનો વારસો – ડૉ. શ્રી ર્થોમસભાઈ પરમાર
01:02:16 -
વ્યાખ્યાન – ૫ | ઉત્તર પ્રદેશના જૈન તીર્થો ભાગ: ૧ – શ્રી અર્પિતભાઈ શાહ
57:59 -
વ્યાખ્યાન – ૬ | જૈન સ્થાપત્યોની વિશેષતાઓ – શ્રી શિલ્પાબેન છેડા
01:16:19 -
વ્યાખ્યાન – ૭ | ઉત્તરપ્રદેશના જૈન તીર્થો ભાગ: ૨ – શ્રી અર્પિતભાઈ શાહ
01:04:59 -
વ્યાખ્યાન – ૮ | ઉત્તરપ્રદેશના જૈન તીર્થો ભાગ: ૩ – શ્રી અર્પિતભાઈ શાહ
01:02:03 -
વ્યાખ્યાન – ૯ | ઉત્તરપ્રદેશના જૈન તીર્થો ભાગ: ૪ – શ્રી અર્પિતભાઈ શાહ
01:04:54 -
વ્યાખ્યાન – ૧૦ | બંગાળના જૈન તીર્થ – શ્રી અર્પિતભાઈ શાહ
01:38:59 -
વ્યાખ્યાન- ૧૧ | શ્રી હઠીસિંહ મંદિર નો શિલ્પ સ્થાપત્ય વૈભવ – શ્રી નિસર્ગભાઈ આહિર
01:10:13 -
વ્યાખ્યાન-૧૨ | બિહાર અને ઝારખંડના તીર્થો -૧ – શ્રી અર્પિતભાઈ શાહ
01:17:36 -
વ્યાખ્યાન-૧૩ | બિહાર અને ઝારખંડના તીર્થો -૨ – શ્રી અર્પિતભાઈ શાહ
01:08:12 -
વ્યાખ્યાન-૧૪ | સાંસ્કૃતિક સેતુ : સ્થાપત્યો – શ્રી કનુભાઈ સૂચક
01:14:40 -
વ્યાખ્યાન-૧૫ | મહારાષ્ટ્રના ગુફા મંદિરો – શ્રી શિલ્પાબેન છેડા
01:05:34 -
व्याख्यान -१६ | आंध्र-कर्नाटक के प्राचीन जैन तीर्थ: इतिहास के परिप्रेक्ष्य में – श्री वृषभभाई भंडारी
01:03:03 -
વ્યાખ્યાન-૧૭ | જૈન ગુફાઓ અને યાપનીય પરંપરા – મુનિ શ્રી દાનવલ્લભ વિજયગની મ.સા.
01:15:15 -
વ્યાખ્યાન-૧૮ | મળવાના પ્રાચીન તીર્થનો વારસો – શ્રી રેણુકાબેન પોરવાલ
01:00:07 -
વ્યાખ્યાન-૧૯ | બિહાર અને ઝારખંડના તીર્થો -૩ – શ્રી અર્પિતભાઈ શાહ
01:07:50 -
વ્યાખ્યાન-૨0 | બિહાર અને ઝારખંડના તીર્થો -૪ – શ્રી અર્પિતભાઈ શાહ
01:11:50 -
વ્યાખ્યાન – ૨૧ | મંદિર સ્થાપત્ય અને મૂર્તિ વિધાન – શ્રી નિસર્ગભાઈ આહિર
01:14:15 -
व्याख्यान -२२ | आंध्र-कर्नाटक के प्राचीन जैन तीर्थ: इतिहास के परिप्रेक्ष्य में २ – श्री वृषभभाई भंडारी
01:16:12 -
વ્યાખ્યાન – ૨૩ | વિદેશના જૈન તીર્થ ભાગ: ૧ – શ્રી જગતભાઈ શાહ
49:01 -
વ્યાખ્યાન-૨૪ | તીર્થક્ષેત્રોનો ઉદ્ધવ, વિકાસ અને મહત્વ – શ્રી શિલ્પાબેન છેડા
01:17:54