About Lesson
વ્યાખ્યાન વિષય :‘નાટ્યદર્પણ‘
વક્તા : પ્રો. ડૉ. મહેશ ચંપકલાલ
નાટ્યશાસ્ત્રીય ગ્રંથોમાં ગુજરાત નિવાસી આચાર્ય હેમચંદ્રાચાર્યના શિષ્યો રામચંદ્ર – ગુણચંદ્ર રચિત ‘નાટ્ય દર્પણ’ અનન્ય સ્થાન ધરાવે છે. ભરતમુનિ કૃત ‘નાટ્યશાસ્ત્ર’ અને ધનંજય કૃત ‘દશરૂપક’ પછી નાટ્યકલા સંબંધી અતિમહત્ત્વનો ગ્રંથ તે ‘નાટ્યદર્પણ’ જેમાં ભરત તથા ધનંજયના મતોનું ખંડન કરી રચનાકારે પોતાના મૌલિક મતો પ્રસ્થાપિત કર્યા છે જેને લીધે આ ગ્રંથ, સંસ્કૃત વાડ્મય ક્ષેત્રે ગુજરાતના અપૂર્વ યોગદાનરૂપ ગ્રંથ બની ગયો છે. આ ગ્રંથ વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવશે.