About Lesson
વ્યાખ્યાન વિષય:‘મંત્ર વિજ્ઞાન‘ ભાગ ૧
વક્તા:ડૉ. વિનોદ કપાશી
- પ્રાથમિક ભૂમિકા.
- તંત્ર, મંત્ર અને યંત્ર. તંત્ર વિજ્ઞાન શું છે? નાથ સંપ્રદાયના ઉલ્લ્લેખ સાથે.
- ભારતીય મંત્ર સાહિત્યનો ઇતિહાસ. જૈન, હિન્દુ અને બૌદ્ધ સાહિત્યમાં મંત્ર શાસ્ત્ર વિશે ઉલ્લેખો અને મંત્ર વિજ્ઞાનનો ક્રમિક ઉદય અને વિકાસ.
- જૈન આગમોમાં મંત્ર વિશે ઉલ્લેખો. જૈન યંત્ર સાધના. જૈન યંત્રો અને બૌદ્ધ મંડલમાં કઈ સામ્યછે ખરું? બૌદ્ધસાહિત્યમાં મંડલ શું છે? તિબેટીયન, બૌદ્ધ ચિત્રકલા અને તત્ત્વજ્ઞાન.
- મંત્ર શાસ્ત્રની વૈજ્ઞાનિકતા. મંત્રની અસર અને સંશોધન. ધ્વનિ તરંગો અને તેની આપણામાનસિક, શારીરિક સ્વાસ્થ્ય પર અસર.
- શું કેટલાક છોડ અને વનસ્પતિ એવા છેકે જે ધ્વનિ તરંગો ‘સાંભળી‘ શકે છે? એક રસપ્રદ સંશોધન અને તેનું તારણ.
- પશુઓ, પક્ષીઓ અને જળચર પ્રાણીઓ કેવી રીતે સંદેશ વ્યવહાર કરે છે? બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સનું આ વિશે મંતવ્ય.
- જૈન માતૃકા અને તેની વૈજ્ઞાનિકતા. સ્વર અને વ્યંજનો અને તેના ઉચ્ચારણમાં સમાયેલ વિશિષ્ઠ વિજ્ઞાન.
- મંત્ર શાસ્ત્રનો ઉચ્ચતમ અભ્યાસ કરનાર ભારતીય અને પશ્ચિમી વિદ્વાનો. એક નોંધપાત્ર વિદ્વાન, ભારતના ભૂતપૂર્વઉચ્ચતમ ન્યાયાધીશ સર જ્હોન વુડ્રોફ દ્વારા તંત્ર અને મંત્ર વિજ્ઞાનનો અભ્યાસ અને તેમના પુસ્તકો. શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટોકરશી શાહના મંત્ર શાસ્ત્ર વિશેના પુસ્તકો અને સંશોધન.
- ૐ : ચાર – વેદ અને ઉપનિષદોમાં ૐના મહત્વ વિશે ક્યાં ક્યાં અને શું જણાવેલ છે?
- મંત્રબીજો. મંત્રબીજોનાં ધ્વનિ-તરંગો. જૈન સાહિત્યમાં મંત્ર બીજો..
- હ્રીમ:-મહત્વ.અગ્નિ બીજ, શક્તિ બીજ. પદ્માવતી માતા ભુવનેશ્વરી માતા.