વ્યાખ્યાન સંક્ષેપ :
જગતભરમાં પ્રાચીન ભારતીય કથાઓ અતિ ખ્યાત બની, અનેક વિદેશી કથાઓએ તેમાંથી સામગ્રી પ્રાપ્ત કરી. ભારતનાં મહાકાવ્યોએ જમાના સુધી લલિત કળાઓને વિષયવસ્તુઓ પૂરા પાડ્યાં. ગૌતમ બુદ્ધના પૂર્વજન્મોને આલેખતી જાતક કથાઓ અગ્નિએશિયામાં વિખ્યાત થઈ. ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીએ મહાવ્રતો આપીને ભારતની તથા જગતની પ્રજાને અહિંસા તરફ વાળી.
સમયનાં પરિવર્તનની સાથેપ્રાચીન કથાઓ પરિવર્તન પામતી ગઈ એ પરિવર્તન કેટલાકને ગમે અને કેટલાકને ન પણ ગમે. ખાસ કરીને જૈન કથાનકોમાં આવાં પરિવર્તન ખાસ્સાં જોવા મળશે.તેમાંની કેટલીક કૃતિઓ આપણને વૈશ્વિક કથાઘટકોનો વિનિયોગ કરતી જણાશે, કેટલીક માનવચિત્તનાઅતિસંકુલ વ્યાપારોની વાત કરશે તો કેટલીય કૃતિઓ તત્કાલીન સમાજમાં સ્ત્રીનાં સ્થાનનો પરિચય કરાવશે.