આગમકાલીન સાહિત્ય : વ્યાખ્યાતા : ડૉ. જીતેન્દ્ર શાહ
ભગવાન મહાવીરના સમયથી લઈને વિક્રમની ૨૦મી શતાબ્દીના અંત સુધી લગભગ ૨૫૦૦ વર્ષોના દીર્ઘ કાળમાં જૈન વિદ્ધવાનોએ પ્રાકૃત અને સંસ્કૃતનાં વિશાળ સાહિત્યનું નિર્માણ કર્યું. આગમનું મૂળ સાહિત્ય ‘સૂત્ર’ રૂપે ઓળખાય છે. આ સૂત્રોનો સૌ પ્રથમ વિવરણ કે વ્યાખ્યાન ગ્રંથ તેને નિર્યુકિત કહેવાય છે. ‘આવશ્યક નિર્યુક્તિમાં’ નિર્યૂક્તિ શબ્દની વ્યાખ્યા કરતાં જણાવે છે કે – “સૂત્રમાં નિર્યૂક્તિ અર્થની સુવ્યવસ્થિત વ્યાખ્યા કરનાર ગ્રંથ તે નિર્યૂક્તિ. આ નિર્યૂક્તિ હંમેશા પદ્માત્મક શૈલીમાં જ હોય છે. તેની ભાષા પાકૃત હોય છે.” આ સાહિત્યને ત્રણ ભાગોમાં વહેંચ્યું છે. (૧) આગમિક (૨) અનુઆગમિક (૩) આગમેતર. વ્યાખ્યાનમાં આગમિક સાહિત્યના ઉદ્દભવ અને તેની પરંપરા અંગે વાત કરાશે. આ સાહિત્યના સંકલનનો સમય અને ત્યારના પડકારો વિષે પણ વાત થશે.