About Lesson
ઉત્તરાધ્યયન સૂત્ર – ડૉ. ધર્મચંદ જૈન
વ્યાખ્યાન સંક્ષેપ :ભગવાન મહાવીરની અંતિમ વાણી રૂપે પ્રસિદ્ધ ‘ઉતરાધ્યયન સૂત્ર ‘ આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ આગમ છે. તેની ગણના મૂળ સૂત્રોમાં છે. ૩૬ અધ્યાયનમાં વિભક્ત આ આગમ ધર્મકથાનુંયોગ , દ્રવ્યાનુંયોગ, ચરણાનુંયોગ અને ગણિતાનુંયોગ વગેરેથી સમૃદ્ધ છે. જીવન માટે એક માર્ગદર્શક આ આગમમાં દર્શનિક સિદ્ધાંત, સાધનાના સૂત્રો, વૈરાગ્યની પ્રેરણા, મનોવુર્તિઓનું વિશ્લેષ્ણ, સાધ્વાચાર વિજય, સમિતિ-ગુપ્તીનું પ્રતિપાદન, જાતિભેદનું નિરાકરણ. તપના મહિમા સબંધિત સામગ્રી પ્રાપ્ત થાય છે. આનો પ્રારંભ વિનયના મહિમાથી થયો છે. તથા ચાર અંગોને દુર્લભ બતાવ્યા છે. જેમાં સંયમ અને પરાક્રમ ખૂબ જ દુર્લભ છે. પ્રમાદનો પરિવર્જ્ન, લોભનો પરિહાર, પાપનો પરિત્યાગ, બોધની અનર્થકતા, બ્રહ્મચર્યથી સમાધિ, સંસારમાં અનાથતા વગેરેનું આમાં સુંદર પ્રતિપાદન થયું છે. તીર્થંકર પાર્શ્વનાથની પરંપરાનો સંત કેશિશ્રમણ સાથે ગૌતમ ગણધરના સંવાદ, ઇન્દ્રના નમિરાજા સાથે ના સંવાદ વગેરે પણ આકર્ષક છે. આમાં કર્મસિદ્ધાંત, દુ:ખ મુક્તિના ઉપાયો, પાંચ સમિતિ, ત્રણ ગુપિત, દ્રવ્યો, બ્રાહ્મણના સાચા સ્વરૂપનું પણ પ્રતિપાદન થયું છે. ૨૯માં અધ્યયનમાં સાધના સંબંધી અનેક પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા છે. આ દ્રષ્ટિએ આ આગમ જૈન દર્શનનો સમ્યક બોધ કરવા માટે અત્યંત ઉપયોગી છે. સાહિત્ય અલંકાર અને ભાષાની સરળતા મનને મોહી લે તેવી છે.