જૈન ચિત્રકલા – ભાગ ૧
શ્રી કનુભાઈ પટેલ
સુપ્રસિદ્ધ ચિત્રકાર, કલા વિવેચક, અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા શ્રી કનુભાઈ પટેલની બાળપણથી શરૂ થયેલી ચિત્રકલાની સર્જનયાત્રા અને અભિનયકલા આજ પર્યત અવિરતપણે વિકસી રહી છે. વિદ્યાનગર સ્થિત શ્રી કનુભાઈ પટેલે દેશ-વિદેશમાં અસંખ્ય કલા પ્રદર્શન કર્યું છે. તેઓ માત્ર કલાકાર નહીં પણ કલાસાધક, પ્રભાવવાદી અને વાસ્તવવાદી ઉપરાંત અમૂર્ત શૈલીના તેમના તૈલચિત્રો, રંગીનચિત્રો અને વોટરકલર ચિત્રો અર્વાચીન ચિત્રશૈલીમાં એક અનોખી ભાત ઉપસાવે છે. ચિત્રકલા અને નાટ્યકલા ક્ષેત્રે તેમણે કરેલા પ્રદાન બદલ તત્કાલિન મુખ્યપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તેમનું સન્માન કર્યું હતું. તેઓને રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે ચિત્રકલા માટે અનેક પુરસ્કારોથી સન્માનિત કરાયા છે. અસંખ્ય ગુજરાતી ફિલ્મો ઉપરાંત રાજસ્થાની ચલચિત્રો અને હિન્દી ધારાવાહિકોમાં અભિનય પણ કર્યો છે. રવીન્દ્રનાથ ટાગોરનો અભિનય કરીને તે નાટ્યકૃતિ ભારતના અનેક શહેરોમાં પ્રસ્તુત કરી દર્શકોનાં હૃદયમાં તેમનો અભિનય અંકિત છે. તેમણે ચિત્રકલાને લગતા અનેક લેખો લખ્યા છે. તાજેતરમાં તેઓ સી.વી.એમ કૉલેજ ઑફ ફાઈન આર્ટ્સમાં માનદ નિયામક તરીકે સેવાઓ આપી રહ્યા છે.