‘હસ્તપ્રત – વર્ણો શબ્દોની વિશેષતા’
ડૉ. પ્રીતિબહેન પંચોળી
હસ્તપ્રતવિદ્યાના જાણકાર અને એ વિશે સઘન કામ કરનાર ડૉ. પ્રીતિબહેન પંચોળીના સંશોધન કાર્યને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. તેમણે પોતાના અભ્યાસક્રમ અને સંશોધન કાર્ય માટે ૬થી વધુ પુરસ્કારો મેળવ્યા છે. શિક્ષણજગત સાથે ૩૩ વર્ષથી કાર્યરત છે. તેમના ૪ પુસ્તકો પ્રકાશિત થયા છે, ઉપરાંત ૨૨ શોધપાત્રો, ૪૫ વ્યાખ્યાનો અને અનેક પરિસંવાદો દ્વારા પોતાની સાહિત્યિક લગની સિદ્ધ કરી છે. તેમણે પ્રાકૃત, બ્રાહ્મી અને દેવનાગરી લિપિ વિશે અનેક વ્યાખ્યાનો આપ્યા છે. તેમજ કાર્યશાળા દ્વારા સ્વાધ્યાયીઓને તાલીમ પણ આપે છે. લિપિશાસ્ત્ર અને હસ્તપ્રતવિદ્યા વિશે પોતાના જ્ઞાનનો લાભ આપવા ડૉ. પ્રીતિબહેન આપણી સાથે ઉપસ્થિત રહેશે.