વ્યાખ્યાન વિષય: ‘શૃંગાર મંજરી’
ડૉ.બલરામ ચાવડા
વ્યાખ્યાન સંક્ષેપ :
‘શૃંગાર મંજરી’ જયવંતસૂરીએ સં.૧૬૧૪માં રચેલી મધ્યકાલીન ગુજરાતીની રાસરૂપ પદ્યવાર્તા છે. સંસ્કૃત તથા પ્રાકૃતમાં શીલવતીની કથા મળે છે. આવી પરંપરાગત કથાને જયવંતસૂરિએ સ્વકીય પ્રતિભા અને સુઝથી માત્ર પાઠ્ય –ગેય મનોરંજક કથા રૂપે જ નહિ, પરંતુ સાહિત્યિક સુરુચિપૂર્ણ પરિશીલન પણ થઇ શકે એવી વિદગ્ધ વર્ગમાં પણ પ્રિય અને પાઠ્ય બને તેવી કૃતિ બનાવી છે. સતીત્વ અને શીલના દૃષ્ટાંતરૂપે જૈન સાહિત્યમાં આ કથા વિશેષ અવતાર પામી છે. આમ તો ભારતીય મૂળના બધા જ ધર્મોમાં શીલ અને સતીત્વ બહુમૂલ્ય આદર્શ રૂપે સ્વીકાર્યો છે, પરંતુ જૈનધર્મમાં શીલને એક ગુણલક્ષણ અને વ્રતરૂપે પણ સુપ્રતિષ્ઠિત કર્યું છે.એ દૃષ્ટિએ એ આ કૃતિનું અધિક મહત્વ છે.