Notes – અતુલકુમાર વ્રજલાલ શાહ (સ્તોત્રાધિરાજ શ્રી વર્ધમાન શક્રસ્તવ)
Course Content
સાહિત્યમાં ધર્મ અને મૂલ્ય – પૂર્વ અને પશ્ચિમના સંદર્ભે | વક્તા – ડો. દર્શના ધોળકિયા
પૂર્વ અને પશ્ચિમના સાહિત્યની પસંદ કરેલી કેટલીક કૃતિઓનો પરિચય. ધર્મ અને મુલ્ય એકબીજાના પૂરક. વિશ્વ સાહિત્યની યાદગાર કૃતિમાં પણ ધર્મના મૂલ્યો વ્યક્ત થયા છે. પૂર્વ અને પશ્ચિમની આવી યાદગાર કૃતિના પરિચય સાથે તેના મૂળની વાત કરશે.
‘શ્રીપાલરાસ’ એ જૈનધર્મ-સાહિત્યની અતિપ્રસિધ્ધ કૃતિ છે. વિનયવિજયજી અને યશોવિજયજીની આ સંયુકત રચનાનું દર ચૈત્ર અને આસો મહિનાની આયંબિલની ઓળીમાં વાંચન કરવામાં આવે છે.આ રચના, કથા તરીકે તો રસમય છે જ, સાથે જૈનધર્મના આરાધ્ય તત્ત્વો સુદેવ, સુગુરુ અને સુધર્મના રહસ્યનો ‘નવપદ’ ના માધ્યમથી પરિચય કરાવે છે. સત્ત્વ, તત્ત્વ અને સૌંદર્યથી અલંકૃત આ રચનાનો નવપદઓળીના પ્રસંગે તેના હાર્દનો પરિચય પ્રસ્તુત છે. આ કથામાં શ્રીપાલના જીવનની પડતી અને ચઢતીની રસમય કથા છે. મયણાનું અપૂર્વ સમર્પણ ભારતીય સતીનું જાજ્વલ્યમાન ગૌરવ છે, તો સાથે જ શ્રીપાલનું દાક્ષિણ્ય દાંપત્યની માંગલ્યશીલાનો સ્તંભ છે. સિરિસિરિવાલા કહાથી પ્રારંભી શ્વેતાંબર, દિગંબર પરંપરાના અનેક કવિઓએ આ કથાની રસમય પ્રસ્તુતિ કરી છે. પરંતુ આ પ્રસ્તુતિમાં આ યુગલકવિની રચના શિખરસમી છે.
સ્તોત્રાધિરાજ શ્રી વર્ધમાન શક્રસત્વ | વક્તા : અતુલકુમાર વ્રજલાલ
લાખો ભક્તજનો દેવાધિદેવરૂપે જેમની ભક્તિ-ઉપાસના કરે છે તે તીર્થકર ભગવંતોનું આંતરિક ગુણ સૌંદર્ય એવું અદ્ભુત હોય છે કે એની ઝલક દર્શાવવા માટે 'વર્ધમાન શક્રસ્તવ’ ગ્રન્થમાં પૂરા બસો તોંતેર અફલાતૂન વિશેષણો પ્રસ્તુત કરાયા છે. એમાં એક વિશેષણ એ છે કે પરમાત્મા ભૌતિક સુખ અને દુ:ખથી સર્વથા રહિત છે. માત્ર આત્મિક સુખના સાગરમાં સદાકાળ નિમગ્ન રહેનાર પરમાત્મા આ અવસ્થા એટલે પામે છે કે તેઓ સાધના કાળ દરમિયાન બ્રાહ્ય સુખમાં લીન કે બાહ્ય દુ:ખમાં દીન બન્યા ન હતા. આની સામે આપણી તકલીફ એ છે કે આપણે વહી ગયેલ સુખને યાદ કરી કરીને ઝૂરીએ છીએ અને રહી ગયેલ દુ:ખની ફરિયાદ કરી કરીને મરીએ છીએ. પરમાત્માનું વિશેષણ એ સંદેશ આપે છે કે સુખની યાદ છોડો અને દુ:ખની ફરિયાદ છોડો. આવી ખુમારીથી જીવીશું તો આપણેય બાહ્ય સુખ:દુખ જ્યાં સ્પર્શે નહીં એવા કક્ષા સર કરી શકીએ.’’
દુનિયાની દરેક વ્યક્તિ સુખી રહેવા ઈચ્છે છે. પણ આ સુખ અને દુઃખ છે શું? ફક્ત એટલું જ કે જો આપણું ધાર્યું થયું તો આપણે સુખી અને જો ન થયું તો દુઃખી ? બધીજ વ્યક્તિએ પોતાનું એક ડેસ્ટીનેશન નક્કી કર્યું હોય છે, જો ત્યાં સુધી ન પહોચ્યા તો દુઃખી, જો પહોચી ગયા તો ત્યાંથી જ બીજું ડેસ્ટીનેશન નક્કી થઇ જતું હોય છે. સમગ્ર માનવજાતને કોઈ ને કોઈ દુઃખ હોય જ છે, જો તેના કારણો અને ઉપાયો શોધવામાં આવે તો ચોક્કસપણે સુખની પ્રાપ્તિ થાય જ છે. આયુષ્યના ઓવારે દરેક વ્યક્તિ એમ કહેશે કે ખબર નહીં મારાથી ક્યાં ભૂલ થઇ ગઈ? અને આ જ રીતે સુખ દુઃખની ઘટમાળ ચાલતી રહેતી હોય છે.